નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી આનંદ શર્માએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિવાદિત ટિપ્પણી કરી છે. આનંદ શર્માએ પીએમ મોદીની સરખામણી ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે કરી છે.


પીએમ મોદીના પરમાણુ બૉમ્બ વાળા નિવેદનને લિઇને આનંદ શર્માએ આ ટિપ્પણી કરી છે. થોડાક દિવસો પહેલા મોદીએ પાડોશી દેશ પાકિસ્તાનને પડકાર ફેંકતા કહ્યુ હતુ કે અમે પરમાણુ બૉમ્બ દિવાળી માટે નથી સાચવી રાખ્યા.



આનંદ શર્માએ કહ્યું કે, થોડાક દિવસો પહેલા પીએમ મોદીએ પરમાણુ બૉમ્બને લઇને એક નિવેદન આપ્યુ હતું. આખી દુનિયામાં તેની નિંદા થઇ હતી. આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણું દબાણ છે. આવુ વલણ બે જ લોકો કરી શકે છે. એક તો ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન, જે આવો દાવો કરે છે કે, મિસાઇફ ફોડીને દુશ્મનોને નેસ્તનાબૂદ કરી દેશું અને વળી બીજી બાજુ આપણા વડાપ્રધાનનુ વલણ પણ કિંગ જોંગ ઉન જેવું છે, આક્રમક વલણ છે.