ફરહાન અખ્તરના સિક્યોરિટી ગાર્ડને કોરોના હોવાની જાણકારી મળી રહી છે. જોકે ફરહાન અખ્તર કે તેના પરિવાર તરફથી આ વાતની પુષ્ટિ હજુ સુધી નથી કરવામાં આવી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, ફરહાન અખ્તરના બાંદ્રા સ્થિત ઘરે સિક્યોરિટી ગાર્ડનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સૂચના મળતાં જ તંત્રએ તેના ઘરને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરીને આવવા-જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
ફરહાન અખ્તર કોરોના વોરિયર્સની ઘણી મદદ કરી રહ્યો છે. તાજેતરમાં તેણે કોરોના વોરિયર્સને એક હજાર પીપીઈ કિટ ડોનેટ કરી હતી. જેની જાણકારી તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આપી હતી.
થોડા દિવસ પહેલા એક્ટ્રેસ રેખાના સિક્યોરિટી ગાર્ડનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. જે બાદ બીએમસીએ રેખાના ઘરને સેનિટાઇઝ કરવા એક ટીમ મોકલી પરંતુ રેખાએ દરવાજો ખોલ્યો નહોતો. આ પછી ટીમ ઘરની બહારનો હિસ્સો અને આસપાસના વિસ્તારને સેનિટાઇઝ કરીને પરત ફરી હતી.