યુએસ કોંગ્રેસના 25 સભ્યો રાષ્ટ્રપતિ ટ્રમ્પને લખેલા પત્રમાં કહ્યું, ભારતે ટિકટોક સહિતની ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂકીને શાનદાર પગલું ભર્યું છે. અમેરિકાના ડેટાને લઈ ટિકટોક સહિત અન્ય ચાઇનીઝ એપ યુએસ વિશ્વાસ નથી રાખતું. આપણી રાષ્ટ્રીય સુરક્ષા ખાતર તાત્કાલિક ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી માંગ કરીએ છીએ.
વ્હાઇટ હાઉસના અધિકારી માર્ક મીડોઝો કહ્યું, કાર્યવાહી માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હોય મને નથી લાગતું પરંતુ થોડા સપ્તાહમાં આ અંગે નિર્ણય થઈ શકે છે. અનેક અધિકારીઓ રાષ્ટ્રીય સુરક્ષાના ખતરા પર વિચાર કરી રહ્યા છે. કારણકે ટિકટોક, વીચેટ તથા અન્ય એપની રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે.
ચાલુ મહિનાની શરૂઆતમાં અમેરિકના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે, અમેરિકા ટિકટોક પર પ્રતિબંધ લગાવી શકે છે.