અભિનેતા જ્હોન અબ્રાહમ કોની ઓટો રિક્ષામાં બેસીને ક્યાં પહોંચ્યો? જાણોને નવાઈ લાગશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Aug 2018 02:08 PM (IST)
1
2
3
જ્હોન અને સુકૂ કોલેજના સમયથી સાથે છે. સુકૂએ જણાવ્યું હતું કે, કોલેજના દિવસોમાં જ્હોન મારો સીનિયર હતો. મેં અનેકવાર જ્હોનને કોલેજ કેન્ટિનમાં જોયો હતો પરંતુ ક્યારેય વિચાર્યું નહોતું કે તે આટલો મોટો સ્ટાર બનશે.
4
ઓટો ડ્રાઈવર સુકૂ કુમાર સૂરજ સાથે જ્હોનનું ખાસ કનેક્શન છે. છેલ્લા ઘણાં વર્ષોથી જ્હોનનો ફેવરિટ ડ્રાઈર સુકૂ રહ્યો છે. જ્હોન ઘણીવાર સુકૂની સાથે મુંબઈમાં ફરતો જોવા મળે છે.
5
એટલું નહીં જ્હોને ફોટોગ્રાફર્સને ઓટોમાં બેસીને અનેક પોઝ પણ આપ્યા હતાં ત્યાર બાદ ઓટો ડ્રાઈવરની સાથે પણ ફોટો ક્લિક કરાવ્યા હતાં.
6
મુંબઈઃ બોલિવૂડ અભિનેતા જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘સત્યમેવ જ્યતે’ 15 ઓગસ્ટના રોજ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું સ્ક્રિનિંગ હાલમાં જ યોજવામાં આવ્યું હતું. જેમાં જ્હોન અબ્રાહમ ખાસ ઓટો રિક્ષામાં આવ્યો હતો.