પ્રિયંકા આ તારીખે ગ્રાન્ડ પાર્ટી યોજીને કરશે સગાઇની જાહેરાત, બૉયફ્રેન્ડ નિક સાથે તેનો પરિવાર પણ હશે ઇન્ડિયામાં
બીજા રિપોર્ટ અનુસાર, પ્રિયંકાએ પોતાની સગાઇની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવા માટે એક ગ્રાન્ડ પાર્ટી રાખવાનો પ્લાન બનાવ્યો છે. ફિલ્મફેરનું માનીએ તો પ્રિયંકાએ પોતાના મિત્રો અને ખાસ વ્યક્તિઓને મેસેજ પણ મોકલી દીધો છે કે તે 18 ઓગસ્ટે યોજાનારી પાર્ટી માટે સમય કાઢી લે. જોકે પાર્ટીના સ્થળ વિશે હજુ સુધી કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી.
નવી દિલ્હીઃ બૉલીવુડ અભિનેત્રી અને દેશી ગર્લ તરીકે ઓળખાતી પ્રિયંકા ચોપડા હવે પોતાની સગાઇની જાહેરાતને લઇને ચર્ચામાં છે. પ્રિયંકા ચોપડા અને અમેરિકન સિંગર નિક જોનાસની સાથે લવલાઇફને લઇને તે ખુબ ચર્ચામાં છે.
આ સમાચાર બાદ હવે પ્રિયંકાના ફેન્સ અને તેના રિલેશનશિપ સ્ટેટસને લઇને થનારા ઓફિશિયલ એનાઉન્સમેન્ટનું ખુબ આતુરતાથી રાહ જોવાઇ રહી છે.
હવે રિપોર્ટ છે કે પ્રિયંકા ફરી એકવાર નિકને ઇન્ડિયા લઇને આવવાની છે, પણ આ વખતે માત્ર નિક જ નહીં પણ પ્રિયંકા તેના પરિવારને પણ ઇન્ડિયા લઇને આવવાની છે. પ્રિયંકાના પ્લાન અનુસાર કહેવાઇ રહ્યું છે કે આ દરમિયાન તે નિકની ફેમિલીને તેના પરિવાર સાથે પણ મળાવશે અને પોતાની સગાઇની ઓફિશિયલ જાહેરાત કરશે.