મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને ભારતની સૌથી શક્તિશાળી મહિલા ગણાવાને લઇને હવે એક્ટર અને પ્રૉડ્યૂસર કમાલ આર ખાન મેદાનમાં આવી ગયો છે. તેને અનુષ્કાની ટ્વીટર પર જબરદસ્ત મજાક ઉડાવી છે. કેઆરકે અવાર નવાર પોતાના વ્યંગ અને કટાક્ષોને લઇને ચર્ચમાં રહ્યાં કરે છે.

ખરેખર, તાજેતરમાં 'ફૉર્ચ્યૂન ઇન્ડિયા મેગેઝીન'માં અભિનેત્રી અનુષ્કા શર્માને ભારતની સૌથી પાવરફૂલ મહિલા ગણાવવામાં આવી છે. આ વાત પર કમાલ ખાને અનુષ્કાને આડેહાથે લીધી અને મજાક ઉડાવી હતી.



કમાલ આર ખાને એક ટ્વીટ કર્યુ, તેમાં અનુષ્કા પર નિશાન સાધતા લખ્યું કે, "અનુષ્કા શર્મા વર્ષ 2019માં ભારતની સૌથી પાવરફૂલ મહિલાઓના લિસ્ટમાં બૉલીવુડની એકમાત્ર એક્ટ્રેસ છે, જો અનુષ્કા શર્મા ભારતની સૌથી શક્તિશાળી મહિલા છે તો હુ અમેરિકાનો રાષ્ટ્રપતિ છું"