મુંબઇઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી અવાર નવાર શારીરિક દુષ્કર્માના મામલાઓ સામે આવતા હોય છે. બૉલીવુડ હોય કે હૉલીવુડ દરેક જગ્યાએ એક્ટર અને એક્ટ્રેસીસી પર ગંભીર આરોપો લાગતા હોય છે, હવે આ લિસ્ટમાં વધુ એક નામ જોડાઇ ગયુ છે. દીપિકા પાદુકોણની સાથે ફિલ્મ xXx માં દેખાઇ ચૂકેલા એક્ટર ક્રિસ વૂ પર રેપનો ગંભીર આરોપ લાગ્યો છે. આ પછી તેની ચીનમાંથી ધરપકડ કરવામાં આવી છે. 


ક્રિસ વૂની ધરપકડ બાદ ચીનની પોલીસે જાણકારી આપતા કહ્યું કે, આ 30 વર્ષીય કેનેડિયન શખ્સ છે, તેની ધરપકડ કરી લેવામા આવી છે. જેની સરનેમ 'વૂ' છે. તેના પર રેપ કરવાનો શક છે. સ્થાનીક મીડિયા રિપોર્ટ્સમાં બતાવવામાં આવી રહ્યું છે કે, આ ચીની મૂળના પૉપ સિંગર અને એક્ટર વૂ છે. આ મામલામાં હાલ તપાસ ચાલી રહી છે. 


છોકરીઓને ફસાવીને કરતો હતો કામ- 
ક્રિસ વૂને લઇને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં અનેક પ્રકારના દાવાઓ કરવામા આવી રહ્યાં છે. એવી જ એક રિપોર્ટમાં બતાવવામા આવ્યુ છે કે ચીનના Chaoyang જિલ્લામાં પોલીસે શનિવારે બતાવ્યુ કે, ક્રિસ વૂ પર આરોપોમાં કહેવામા આવ્યુ છે કે, તે યુવા છોકરીઓને ફસાવીને તેની સાથે રેપને અંજામ આપતો હતો. ગયા મહિને 18 વર્ષની ચીની સ્ટુડન્ટે આરોપ લગાવ્યો હતો કે તેને કેટલીક છોકરીઓ સાથે મળાવી હતી, આ છોકરીઓની સાથે તેને સંબંધ બાંધ્યા હતા.


દારુ પીને કર્યુ આ કામ- 
ચીની મીડિયાને આ સ્ટુડન્ટે બતાવ્યુ કે ક્રિસ વૂએ તેની સાથે દારુ પીને નશામાં લાલચ આપીને શરીર સુખ માણ્યુ, રેપ કર્યો હતો. તે ફક્ત 17 વર્ષની હતી. ગયા મહિને પોલીસના સ્ટેટમેન્ટમાં એ પણ બતાવ્યુ કે ક્રિસ વૂની ટીમે આ સ્ટુડન્ટને એક મ્યૂઝીક વીડિયોમાં કાસ્ટ કરવાની વાત કહીને એક્ટરના ઘરે ઇનવાઇટ કરી હતી. પહેલા ક્રિસ વૂએ આ તમામ આરોપોને ફગાવી દીધા હતા, પરંતુ પોલીસની પકડમાં આવ્યા બાદ હજુ સુધી તેની સાથે કોઇપણ પ્રકારની વાત નથી થઇ શકી.