140 કરોડની સંપત્તિ ધરાવતા આ સાઉથ સુપરસ્ટારે ન ભર્યો ટેક્સ, સરકારે બે એકાઉન્ટ કર્યા સીલ
ઉલ્લેખનીય છે કે મહેશ બાબૂ ટૉલીવૂડમાં સૌથી વધુ કમાણી કરનાર એક્ટરોમાં સામેલ છે. તેની કુલ સંપત્તિ 140 કરોડ રૂપિયાથી પણ વધું છે. મહેશ બાબૂ હાલમાં તેની આગામી ફિલ્મ ‘મહર્ષિ’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ એપ્રિલ 2019માં રિલીઝ થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહૈદરાબાદ: દક્ષિણ ભારતનો તેલુગુ સુપરસ્ટાર મેહશ બાબૂ ટેક્સ નહીં ભરતા મુશ્લેકમાં મુકાયા છે. તેમના બે બેંક એકાંઉન્ટ સીલ કરી દેવામાં આવ્યા છે. મીડિયા અહેવાલ પ્રમાણે જીએસટી અધિકારીઓએ વર્ષ 2007-08નો ટેક્સ નહીં ભરવા પર તેના બેન્ક એકાઉન્ટ સીલ કરી લીધા છે.
એક્ટર મહેશ બાબૂએ 2007-08માં બ્રાન્ડ એમ્બેસેડર, ફિલ્મોમાં એક્ટિંગ અને જાહેર ખબરોથી કરેલી કમાણી પર સર્વિસ ટેક્સ ભર્યો નથી.
મહેશ બાબૂએ 2007-08માં 18.5 લાખ રૂપિયાનો સર્વિસ ટેક્સ ભર્યો નથી. જેને લઈને બેન્કે 73.5 લાખ રૂપિયાના તેના બે એકાઉન્ટ સીઝ કરી દીધા છે. જેમાં વ્યાજ અને પેનલ્ટી લગાવવામાં આવી છે. જેનાથી રિકવર કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -