શાહરુખ ખાનને મુંબઈમાં ટ્રેનમાં એક યુવતીએ કેમ ઠોકી દીધો હતો તમાચો ? જાણો વિગત
મુંબઇઃ બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાન એક સેલિબ્રિટી ટોક શોમાં પહોંચ્યો હતો જ્યાં તેણે પોતાની લાઇફના અનેક યાદગાર ઘટનાઓનો ખુલાસો કર્યો હતો. શાહરૂખ ખાને અહી સલમાન ખાનનો બર્થ-ડે પણ ઉજવ્યો હતો. તેણે ત્યાં હાજર પોતાના ફેન્સને કહ્યું કે આજે મારા મિત્ર સલમાન ખાનનો જન્મદિવસ છે. હું ઇચ્છું છું કે મારી સાથે તમે પણ તેનો જન્મદિવસ ઉજવો. બાદમાં શાહરૂખ ખાને પોતાના કરિયર અને લાઇફ સાથે જોડાયેલા કેટલાક સવાલોના જવાબો આપ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશાહરૂખ ખાને કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે, હું એક્ટર બનીશ અથવા હિન્દી ફિલ્મોમાં હિરો બની શકીશ. કારણ કે અહી મારા કરતા અનેક લોકો દેખાવમાં સારા હતા. મારીથી બોડી સારી છે અને અવાજ પણ સારો છે. હું 90ના દાયકામાં મુંબઇમાં આવ્યો. હું મુંબઇ પ્રથમવાર મારી પત્ની ગૌરીના કારણે આવ્યો હતો.
બાદમાં એક યુવતી આવી અને મને ત્યાંથી ઉભો થવાનું કહ્યું. મહિલા હોવાના કારણે મેં તેને બેસવાની જગ્યા આપી. બાદમાં અન્ય કોઇ આવતા તે યુવતી મારી તરફ ખસી ગઇ અને બીજા કોઇને તેની બાજુમાં જગ્યા આપી દીધી. બાદમાં મને કીધું કે તું ઉભો થઇ જા અહીં એક યુવતી આવી રહી છે. મેં કહ્યું-અમે આ સીટ માટે 900 રૂપિયા ચૂકવ્યા છે. આ મારો બર્થ છે. મુંબઇમાં મારો પ્રથમ દિવસ હતો. તે યુવતી ઉભી થઇ અને મને લાફો મારી દીધો. લોકો કોઇના કોઇ સાઇન શોધે છે. મારા માટે મુંબઇમાં સફળ થવાની સૌથી મોટી સાઇન એ હતી કે મે પ્રથમ દિવસે જ થપ્પડ ખાધી હતી. બાદમાં મે નક્કી કર્યું કે, લોકો ગમે તેટલી થપ્પડ મારી લે પરંતુ હું ખૂબ મહેનત કરીશ અને સફળ થઇશ.
મુંબઇ પહોંચ્યાના પ્રથમ દિવસને યાદ કરતા શાહરૂખ ખાને કહ્યું કે, હું ગૌરીને મળવા માટે પ્રથમવાર ટ્રેનથી મુંબઇ આવી રહ્યો હતો. મારી સાથે મારા ત્રણ મિત્રો હતા. અમે અમારી સીટ બુક કરાવી હતી. આ માટે અમે 900 રૂપિયા આપ્યા હતા. હું અમારી સીટ પર સૂઇ ગયો હતો. મુંબઇમાં પ્રવેશતાની સાથે કોઇને મને કહ્યું કે, અરે સીટ બેસવા માટે હોય છે અહી સૂઇ કેમ રહ્યો છે, ઉભો થઇ જા. મેં ના પાડી દીધી. અમે ત્રણ જણા હતા જેથી લોકો પાછા હટી ગયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -