લોકડાઉનની સ્થિતિમાં ઘણા સેલેબ્સ હાલ ઘરનું કામ કરવામાં વ્યસ્ત છે. એવી જ રીતે જેઠાલાલના સાળા ‘સુંદરલાલ’ પણ ઘરના કામકાજમાં બહુ જ વ્યસ્ત છે. સુંદરનો રોલ કરતો અભિનેતા મયૂર વાકાણી લોકડાઉનના સમયમાં ઘરના કામમાં મદદ કરી રહ્યો છે. મયૂર વાકાણીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતા કરતો વીડિયો મૂક્યો છે.
વીડિયોમાં મયૂરને ટી-શર્ટ અને શોર્ટ્સમાં પોતા કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં કોઈ મહિલા મયૂરને પૂછે છે કે, ઘરમાં કેવું લાગે છે? ત્યારે મયૂર કહે છે કે, બહુ સારું લાગે છે. મયૂર આ મહિલા સાથે વાતો કરતાં કરતાં પોતું કરે છે. ત્યારે ઘૂંટણ નીચે કરીને પોતું મારતા મયૂરને વ્યવસ્થિત પોતું કરવાની પણ સલાહ આપે છે. ‘જેઠાલાલ’ના સાળા ‘સુંદરલાલ’નો આ વીડિયો જોઈને ચાહકોને ખૂબ જ મજા પડી ગઈ હતી.
આ વીડિયો શેર કરતાં મયૂરે લખ્યું હતું કે, ઘરેથી કામ નહીં ઘર માટે કામ. કોરોના જા.” આ વીડિયો ઉપરાંત ઘરની બહારથી પોતું મારતી એક તસવીર પણ મયૂરે શેર કરી હતી. આ સાથે જ એક દિવસ પહેલા મૂકાયેલી અન્ય એક તસવીરમાં લોકડાઉનનો બીજો દિવસ પૂરો થયો હોવાની ખુશી વ્યક્ત કરતી તસવીર પણ મયૂરે પોસ્ટ કરી હતી.