✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સરકારથી નારાજ થયા ટીવીના ‘શક્તિમાન’, CFSIના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Feb 2018 08:39 PM (IST)
મોદી સરકારથી નારાજ થયા ટીવીના ‘શક્તિમાન’, CFSIના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
1

જણાવી દઈએ કે CFSIની શરૂઆત વર્ષ 1995માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય બાળકો માટે સ્વસ્થ મનોરંજન આપતી ફિલ્મોને પ્રોત્સાહિત કરવાનો છે.

2

નવી દિલ્લી: જાણિતા અભિનેતા મુકેશ ખન્નાએ માહિતી અને પ્રસારણ મંત્રાલયથી નારાજ થઈને ભારતીય ચિલ્ડ્રન ફિલ્મ્સ સોસાયટી ઓફ ઈન્ડિયા (CFSI)ના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. જો કે તેમનો ત્રણ વર્ષનો કાર્યકાળ આ વર્ષે એપ્રિલમાં સમાપ્ત થવાનો હતો, પરંતુ તેમણે બે મહિના પહેલા જ રાજીનામું આપી દીધું છે.

3

તેમણે આગળ કહ્યું કે, આ વિભાગનો મતલબ શું થાય છે? આજે બાળકો માત્ર ટીવી પર આવતા નાટક જોવે છે, આપણે તેમને સારું કન્ટેન્ટ કેમ નથી આપી શકતા? બાળકો માટે સારી ફિલ્મો બનાવવી મારું લક્ષ્ય છે. પરંતુ ફંડિંગની અછત અને મંત્રાયલને રૂચી ન હોવાના કારણે એવું નથી થઈ શકતું. હું બાળકોને સારું કન્ટેન્ટ આપવામાં અસફળ રહ્યો.

4

મુકેશ ખન્નાએ કહ્યું કે, મેં મંત્રાલય પાસે ફંડની માંગણી કરી પરંતુ તેમણે કોઈ જવાબ ન આપ્યો. તેના કારણે વિરોધમાં મેં રાજીનામું મોકલી દીધું છે. જોકે તેમણે પોતાને આ કામ પ્રત્યે ઉત્સાહી બતાવ્યા. તેમણે સરકારના મંત્રાલય પર આરોપ લગાવતા કહ્યું કે, જ્યારેથી તે CFSI સાથે જોડાયા છે ત્યારથી મોટાભાગની ફિલ્મો એવી છે, જેને તેમાં કામ કરનારા બાળકોએ પણ જોઈ નથી. આ ફિલ્મો માત્ર ફેસ્ટિવલમાં બતાવવામાં આવે છે.

5

ઉલ્લેખનિય છે કે, મુકેશ ખન્નાએ મંત્રાલય પર પ્રર્યાપ્ત ફંડ ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે સરકાર પૂરતું ફંડ ન આપતી હોવાથી અને રસ દાખવતી નથી તેથી સીએફએસઆઈની સ્થિતી ખરાબ થઈ ગઈ છે. એવામાં આ પદ પર રહેવું અશોભનીય લાગે છે. ખન્નાએ ટીવીના બે પ્રખ્યાત સીરિયલ ‘મહાભારત’અને ‘શક્તિમાન’માં પોતાના શાનદાર અભિનયથી લોકોના દિલોમાં જગ્યા બનાવી ચુક્યા છે.

  • હોમ
  • મનોરંજન
  • મોદી સરકારથી નારાજ થયા ટીવીના ‘શક્તિમાન’, CFSIના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.