સુઝુકીએ લોન્ચ કરી નવી Hayabusa, 0-100kmphની સ્પીડ માત્ર 2.74 સેકન્ડમાં
સુઝુકી હાયાબુસા ભારતમાં પ્રીમિયમ સુપરબાઇક સેક્શનમાં ઘણી પોપ્યુલર છે. માર્ચ 2016થી કંપની ગુરુગ્રામ સ્થિત ફેક્ટરીમાં એસેમ્બલ કરે છે.
એન્જિનને ટ્રાન્સમિશન માટે 6 સ્પીડ ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે. આ બાઇક 0-100 કિમીની સ્પીડ માત્ર 2.74 સેકન્ડમાં જ પકડી લે છે. તેની ટોપ સ્પીડ 299 kmphની છે.
2018 સુઝુકી હાયાબુસામાં 1340cc 4-સિલિન્ડર ફ્યૂલ ઇન્જેક્ટેડ, લિક્વિડ કૂલ્ડ ડીઓએચસી એન્જિન આપવામાં આવ્યું છે. જો 197 bhpનો મેક્સિમમ પાવર અને 155 Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે.
ગ્રાહકોને આ બાઇક પર્લ મીરા રેડ, પર્લ ગ્લેશિયલ વ્હાઇટ અને ગ્લાસ સ્પાર્કલ બ્લેકમાં મળશે. સુઝુકીએ એવી પણ જાહેરાત કરી છે કે 2018 Hayabusa આવતા સપ્તાહે શરૂ થનારા ઓટો એક્સપોમાં પણ જોવા મળશે.
નવી દિલ્હીઃ સુઝુકી ઈન્ડિયાએ તેની નવી 2018 હાયાબુસા (Hayabusa)ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. તેની કિંમત 13.87 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે.