ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કોમેડિયન મુસ્તાક મર્ચન્ટનું આજે નિધન થયું છે. મુસ્તાક મર્ચન્ટે હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઈન્ડસ્ટ્રીના જાણીતા કોમેડિયન મુશ્તાક મર્ચન્ટે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું. મુસ્તાક મર્ચન્ટે હોલી ફેમિલી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. કોમેડિયન 67 વર્ષના હતા અને તેઓ લાંબા સમયથી ડાયાબિટીસથી પીડિત હતા.
કઇ સફળ ફિલ્મમાં કર્યુ કામ
મુશ્તાક મર્ચન્ટે ઘણી જાણીતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ તેમના સમયમાં ફિલ્મોમાં કોમેડી માટે જાણીતા હતા અને આ જ કારણથી ચાહકો તેમને ખૂબ પસંદ કરતા હતા. મુશ્તાકે 'હાથ કી સફાઈ', 'જવાની દીવાની', 'સીતા ઔર ગીતા', 'સાગર' સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું. બહુ ઓછા લોકો જાણે છે કે કોમેડિયન મુશ્તાક મર્ચન્ટે અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની શાનદાર ફિલ્મ 'શોલે'માં પણ કામ કર્યું હતું. ફિલ્મમાં મુશ્તાકનો ડબલ રોલ હતો. પ્રથમ વખત તે દાઢીવાળા એન્જિન ડ્રાઈવર તરીકે દેખાયો અને બીજી વખત પારસી વ્યક્તિ તરીકે દેખાયો જેની બાઇક જય અને વીરુ ચોરી કરે હતી.
મુશ્તાક મર્ચન્ટ પોતાના કામમાં પરફેક્ટ હતા, પરંતુ તેમણે વર્ષો પહેલા ફિલ્મી દુનિયાને અલવિદા કહી દીધું હતું. હાસ્ય કલાકારે 16 વર્ષ પહેલા અભિનયની દુનિયા છોડીને સૂફીનો માર્ગ અપનાવ્યો હતો. ત્યારથી તે ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેતા.
Sourav Ganguly Corona Positive: બીસીસીઆઈના પ્રમુખ અને પૂર્વ સ્ટાર બેટ્સમેન સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ આવ્યા છે. ગઈકાલે રાત્રે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટમાં વાયરલ લોડ 19.5 આવ્યો છે.
તેને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
સોમવારે રાત્રે સૌરવ ગાંગુલીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગાંગુલી પ્રથમ વખત કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આ પહેલા તેના પરિવારના સભ્યોને થોડા મહિના પહેલા કોરોના થયો હતો.
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આ વર્ષની શરૂઆતમાં પણ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે પહેલા તેની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.