મુંબઈ: બોલીવૂડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની એક્ટિંગના કારણે બોલીવૂડમાં જાણીતા છે. આજના સમયમાં સૌથી વ્યસ્ત એક્ટરમાં નવાઝુદ્દીનની ગણતરી થાય છે. પોતાની વ્યસ્તતા વચ્ચે નવાઝુદ્દીન સક્સેસફૂલ ફિલ્મ હાઉસફૂલ 4માં જોવા મળશે.


અક્ષય કુમાર, કૃતિ સેનન, બોલી દેઓલ, પૂજા હેગડે, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંગા અભિનીત ફિલ્મ હાઉસફૂલ 4ની શૂટિંગ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ નવાઝુદ્દીન ફિલ્મના એક સોંગમાં બાબાના અંદાજમાં જોવા મળશે. નવાઝુદ્દીનની બાબાગિરીના અંદાજ વાળા આ ગીતમાં ફિલ્મના અન્ય સ્ટાર્સ પણ તેની સાથે જોવા મળશે.

સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવી રહેલી ફિલ્મના એક સૂત્રે જણાવ્યું કે આ ગીતને મુંબઈના ફિલ્મસિટીમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે. જેમાં નવાઝ સાથે 500 બેક ડાન્સર્સ પણ જોવા મળશે. આ ગીતની કોરિયોગ્રાફી ગણેશ આચાર્ય કરશે અને તેનું શૂટિંગ મેના અંત સુધીમાં કરવામાં આવશે. હાઉસફૂલ 4 આ વર્ષે દિવાળી પર દેશભરમાં રિલીઝ કરવામાં આવશે.

બોલિવૂડની આ એક્ટ્રેસે પાકિસ્તાની ઝંડા સાથે પોસ્ટ કરી તસવીર, લોકોએ કરી ટ્રોલ