જોકે રાખીએ આ તસવીર પોસ્ટ કરતાં સ્પષ્ટતા કરી છે કે તે પોતાના દેશ ભારતને પ્રેમ કરે છે. રાખી હાલમાં પોતાની આગામી ફિલ્મ ધારા-370ના શૂટિંગમાં વ્યસ્ત છે. એવામાં તેણે સેટ પરથી પોતાની આ તસવીર પોસ્ટ કરી છે. પાકિસ્તાનના ઝંડાની સાથે તસવીર પોસ્ટ કરતાં રાખીએ લખ્યું, ‘આઈ લવ માય ઇન્ડિયા પરંતુ આ ફિલ્મ ધારા-370માં મારી ભૂમિકા છે.’
ધારા 370 વિશે વાત કરીએ તો રાખીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતાં જણાવ્યું હતું કે, ફિલ્મ કાશ્મીરી પંડિતો પર આધારિત છે. તેમાં પાકિસ્તાનની યુવીતની ભૂમિકા તે ભજવી રહી છે. જેમાં તે બાળકોને જેહાદી બનાવવાની પોલ ખોલે છે. તેણે પોતાના આઈટમ નંબરની તસવીર પણ શેર કરી છે.