કેજરીવાલ-અખિલેશ મેરી જેબ મેં હૈં, કોઈ કુછ નહીં બિગાડ સકતાઃ ક્યા ફિલ્મી સ્ટારે આ ડાયલોગ ફટકારી મહિલા પર ગુજાર્યો અત્યાચાર
પોલીસ ફરિયાદમાં અફરીને જણાવ્યું હતું કે, ગર્ભમાં ઉછરી રહેલા બાળકને મારી નાખવા માટે તેના પેટ પર નવાઝુદ્દીને જોરથી લાત મારી હતી. જે બાદ તેને ખૂબ દુખતા ગર્ભપાત થયો હતો. આફરીનના કહ્યા મુજબ આ પછી નવાઝે તેને ધમકી આપી હતી કે ‘અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવ તેના ખિસ્સામાં છે. અને તું મારું કંઈ નહિ બગાડી શકે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુઝફ્ફરનગર:ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી તથા તેના પરિવાર પર દહેજ માટે ત્રાસ આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. નવાઝુદ્દીન સિદ્દીકીના નાના ભાઈ મિનાઝુદ્દીનની પત્ની આફરીને દહેજ ઉત્પીડનની ફરિયાદ કરી છે.
ઉલ્લેખનીય છે કે નવાઝુદ્દીન સિદ્દીકીના નાના ભાઈ મિનાઝુદ્દીનના લગ્ન આ વર્ષે 31મે દિલ્લીની આફરીન સાથે થયા હતા. આફરીને પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે નિકાહ થયાના થોડા જ દિવસોમાં દહેજની માગણી સાથે તેને માનસિક-શારિરીક સતામણી કરવામાં આવતી હતી.
નવાઝુદ્દીન છેલ્લા એક અઠવાડિયાથી પોતાના મુઝફ્ફરનગરના બુઢાનામાં આવેલા ઘરે છે. એસપી ગ્રામીણે આ મામલે વધુ તપાસ કરવા માટે આદેશ આપ્યા છે.
તેણે પતિ મિનાઝુદ્દીન, જેઠ નવાઝુદ્દીન, ફૈઝુદ્દીન, માઝુદ્દીન અને નણંદ સાયમા સામે ફરિયાદ નોંધાવી કડક પગલા લેવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે જાન્યુઆરીમાં મહિલા સાથે મારઝૂડ કરવાનો આરોપ મૂકાયો હતો. મુંબઈના વર્સોવા પોલીસ સ્ટેશનમાં મહિલાએ તેની સાથે છેડતી કરી મારઝૂડ કરવાનો આરોપ મૂક્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -