આ જાણીતો ટીવી એક્ટર મોડલ પર રેપ માટે ધકેલાયેલો જેલમાં, જેલમાં જ મળી હતી કામની ઓફર, જાણો વિગત
નોંધનીય છે કે, જેલમાંથી બેલ પર છુટેલા એક્ટર પિયુષ સહદેવ સામે ત્રીજો કેસ નોંધાઇ શકે છે, તેની પત્ની આકાંક્ષા રાવતે આરોપ લગાવ્યો છે કે તે બન્ને જે એપાર્ટમેન્ટમાં સાથે રહે છે, તેનું ભાડુ એક્ટર હજુ સુધી આપ્યુ નથી. પૂર્વ પત્નીનો એ પણ આરોપ છે કે એક્ટરે તેના પિતા પાસેથી જે પૈસા ઉધાર લીધા હતા તે પણ પાછા આપ્યા નથી.
પોતાના કામ વિશે પિયુષે કહ્યું કે - 'મે હજુ સુધી અનેક દમદાર રૉલ કર્યા છે. એવો રૉલ કરવા માગુ છું કે જેમાં કરવા માટે તમારી પાસે ઘણુબધુ હોય. મને ઘણીબધી ઓફર પણ મળી છે. જેનાથી મને એ વાતનો અહેસાસ પણ થયો કે, જેવું હું વિચારી રહ્યો હતો કે લોકો મને કઇ નજરથી જોશે એવું કંઇજ નથી.'
પિયુષે કહ્યું કે, 'મારો ભાઇ ગિરીશ અને પિતાને જેલમાં મને મળવા માટે 8 કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું હતું, મારો પરિવાર ખુબજ સપોર્ટીવ છે. મારા મિત્રોઓ મારા ગયા પછી તેમનું ખુબ ધ્યાન રાખ્યું. જેલમાં મે મેડિટેશન કર્યું જેનાથી મને આ પરિસ્થિતિ સામે લડવાના તાકાત મળી.'
પિયુષ સહેદવની નવેમ્બર 2017માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ 24 દિસવો સુધી મુંબઇની આર્થર રોડ જેલમાં પોલીસ કસ્ટડીમાં રહ્યો. 21 ડિસેમ્બરને જેલમાંથી બેલ મળ્યા બાદ પિયુષ મીડિયાની સામે આવ્યો અને પોતાની આપવીતી જણાવી હતી. પિયુષ લીડિંગ ડેલી સાથે વાત કરતાં કહ્યું- 'જેલમાં તમે એકલા નથી પણ આખો પરિવાર તમારી સાથે હોય છે.'
મુંબઇઃ 'બેહદ' સીરિયલનો ફેમસ એક્ટર પિયુષ સહદેવ ડિસેમ્બરમાં બેલ પર છુટી ગયો હતો, પિયુષ પર 23 વર્ષની ફેશન ડિઝાઇનરે રેપનો આરોપ લગાવ્યો હતો, અત્યારે પિયુષ જિંદગીને ફરીથી પાટા પર લાવવાની કોશિશ કરી રહ્યો છે. તાજેતરમાંજ એક જ ઇન્ટરવ્યૂ દરમિયાન પિયુષે જેલમાં વિતાવેલા સમય વિશે પહેલીવાર ખુલીને વાતચીત કરી હતી.