બોલીવૂડમાં હાલ તો ડેબ્યૂ નહી કરે બાહુબલી? ફિલ્મ 'સાહો' બાદ કરશે આ ડાયરેક્ટર સાથે કામ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Sep 2018 05:45 PM (IST)
1
મુંબઇ: સાઉથના સુપરસ્ટાર પ્રભાસ બાહુબલી ફિલ્મના કારણે સમગ્ર દેશમાં લોકપ્રિય થયો છે. પ્રભાસના ચાહકો સમગ્ર દેશમાં છે. પ્રભાસની લોકપ્રિયતામાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. ચાહકો હવે પ્રભાસના બોલીવૂડ ડેબ્યૂની રાહ જોઈ રહ્યા છે.
2
બાહુબલી 2 બાદ એવું સાંભળવામાં આવ્યું છે કે પ્રભાસને ઘણા બોલીવુડ ડાયરેક્ટરોએ અપ્રોચ કર્યો છે અને તે થોડા સમયમાં હિંદી ફિલ્મોમાં ડેબ્યૂ કરશે. જોકે હાલ તો આ અફવા છે. પ્રભાસે ‘સાહો’સાઉથ ફિલ્મ સાઇન કરી છે.
3
ફિલ્મ ‘સાહો’ બાદ પ્રભાસ બોલીવૂડમાં ડેબ્યૂ કરવાનો નથી. પ્રભાસે ડાયરેક્ટર કે.કે રાધા કૃષ્ણની નવી ફિલ્મ સાઇન કરી લીધી છે. ફિલ્મમાં પ્રભાષની સાથે પૂજા હેગડે જોવા મળશે. ફિલ્મના નામની જાહેરાત હજુ કરવામાં આવી નથી. થોડા દિવસોમાં ફિલ્મના પ્રથમ શેડ્યુઅલ શરૂ કરવામાં આવશે.