બોલિવૂડ એક્ટર પ્રતિક બબ્બર ગર્લફ્રેન્ડ સાન્યા સાથે કરશે લગ્ન, જાણો કોણ છે સાન્યા
સાન્યા વ્યસાયે રાઇટર, ડાયેક્ટર અને એડિટર છે. તે નિફ્ટમાંથી સ્નાતક છે. લંડન ફિલ્મ એકેડમીમાંથી ફિલ્મ મેકિંગનું ડિપ્લોમા કર્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રતીકે એક વર્ષ પહેલા આ જ તારીખે સાન્યા સાથે સગાઇ કરી હતી. બન્ને લગભગ બે વર્ષથી એકબીજા ડેટ કરી રહ્યા હતા. સાન્યાના પિતા પવન સાગર રાજકારણ સાથે સંબંધ ધરાવે છે. પવન સાગર બહુજન સમાજ પાર્ટીના નેતા છે જ્યારે રાજ બબ્બર કૉંગ્રેસ પાર્ટીના.
પ્રર્તિક અને સાન્યાના લગ્ન લખનઉ દુલ્હનના ફાર્મહાઉસમાં કરવામાં આવશે. જેમાં બન્નેના પરિવારના નજીકના સંબંધી અને મિત્રો સામેલ થશે. લગ્ન બાદ મુંબઈમાં રિસેપ્શનનું આયોજન કરશે.
મુંબઈ: બૉલિવૂડના દિગ્ગજ એક્ટર રાજ બબ્બર અને એક્ટ્રેસ સ્મિતા પાટીલનો પુત્ર પ્રતીક બબ્બર ગર્લફ્રેન્ડ સાન્યા સાથે લગ્ન કરવા જઇ રહ્યો છે. પ્રતીક બબ્બર 22 જાન્યુઆરીએ લખનઉમાં સાન્યા સાગર સાથે સાત ફેરા લેશે. લગ્ન સમારોહ 22 અને 23 બે દિવસ સુધી ચાલશે.
32 વર્ષીય પ્રતીક બબ્બર ફિલ્મ એક દિવાના થા, બાગી-2, જાને તૂ યા જાને ના વગરે ફિલ્મોમાં નજર આવી ચુક્યો છે. આ વર્ષે તેની ફિલ્મ યારમ, છિછોરે અને અભી તો પાર્ટી શુરૂ હુઇ હૈ રિલીઝ થવાની છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -