બોલિવૂડ:પ્રિયંકા ચોપડાએ તેમના પુસ્તક ‘અનફિનિશ્ડ’માં  તેમણે તેમની શાહિદ કપૂર સાથેની રિલેશનશિપ વિશે અને બ્રેકઅપ વિશે વાત કરતા કહ્યું કે, આ રિલેશન તૂટ્યાંનું ખૂબ દુ:ખ થયું હતું. હું ખૂબ જ ઉદાસ થઇ ગઇ હતી. એકલી પડી ગઇ હતી કંઇ સમજાતું ન હતું શું કરૂ? ‘અનફિનિશ્ડ’માં  તેમણે રિલેશનશિપ વિશે કેટલાક ખુલાસા પણ કર્યાં છે.

પ્રિયંકા ચોપડા તેમની બુક ‘અનફિનિશ્ડ’ના કારણે ચર્ચામાં છે. આ બુક હાલ જ લોન્ચ થઇ છે. આ પુસ્તકમાં તેમણે તેમની પર્સનલ લાઇફથી માંડીને રિલેશનશિપ અને હોલિવૂડ સુધીના સફરની વાત કરી છે.  લખ્યું કે, પ્રિયંકાએ રિલેશનશિપ વિશે કેટલાક ખુલાસા પણ કર્યાં છે.

પ્રિયંકાએ 2003માં  ‘ધ હીરો’ બોલિવૂડમાં ડેબ્યુ કર્યું, આ ફિલ્મમાં લીડ રોલમાં સની દેઓલ હતા. ત્યારબાદ એતરાઝ, તેરી કહાણી, અંદાજ,કમીને, કૃષિ, ડોન, બરફી અને બાજીરાવ મસ્તાની જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું. આ દરમિયાન તેમનું નામ અક્ષય કુમાર, શાહિદ કપૂર, શાહરૂખ ખાન, રણબીર સહિતના એક્ટર્સ સાથે જોડાયું.

બ્રેકઅપ બાદ થઇ ગઇ હતી એકલી

પ્રિયંકાએ જણાવ્યું કે, 20થી 30 વર્ષની ઉંમર વચ્ચે કેટલાય રિલેશનશિપ સાથે જોડાય. મેં આ સમય ખૂબ સારી રીતે વિતાવ્યો. જો કે રિલેશનશિપ ખતમ થયા બાદ હું ખૂબ ઉદાસ થઇ ગઇ હતી. મે મારી જાતને દુનિયાથી અલગ કરી લીધી હતી. મારી અંદર શું ચાલતું હતું હું ખુદ પણ ન હતી સમજી શકતી. હું આ સમયે બધાથી દૂર થઇ ગઇ હતી.

જ્યારે પ્રિયંકા સામે રણબીરે એક્સ બોયફ્રેન્ડનું નામ લીધું

પ્રિયંકાએ હંમેશા તેમની રિલેશનશિપને લઇને ખુલ્લીને વાત કરે છે. થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રણબીર તેમના એક્સ બોયફ્રેન્ડ શાહિદ કપૂરનું નામ લઇને તેમને ચીડવે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા વાયરલ થયો હતો.