નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટની ચર્ચા પર જવાબ આપતા આજે લોકસભામાં જણાવ્યું હતું કે, મહામારીમાં પણ દેશને આત્મનિર્ભરતા તરફ લઇ જતું બજેટ છે. તેમણે બજેટની ચર્ચાનો જવાબ આપતા ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021-22 પર સરકારનો પક્ષ  મૂકતાં બજેટને દેશની અર્થવ્યવસ્થાના વિકાસ માટે કટિબદ્ધ ગણાવ્યું હતું. તેમણે લોકસભામાં જણાવ્યું કે, બેજટ દેશની અર્થવ્યવસ્થાને  મજબૂતી આપશે. બજેટની ચર્ચાનો જવાબ આપતા તેમણે ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2021-22 પર સરકારનો પક્ષ  મૂકતાં ગુજરાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું. જે રીતે હાલ મહામારીના સમયમાં અર્થવ્યવસ્થાનો વિકાસ પડકારરૂપ છે. તેવો જ સમય ગુજરાત રાજ્યમાં હતો જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. તેમણે પડકારોની વચ્ચે પણ ગુજરાતની વિકાસની ગતિને તીવ્રતા આપી હતી. તેમના આ અનુભવમાંથી  બજેટ 2021-22 ડ્રો કરાયું છે.  આ બજેટ પીએમ મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના અનુભવો પરથી તૈયાર કરાયું છે. તેઓ જ્યારે ગુજરાતના સીએમ  હતા ત્યારે પણ અનેક પડકારરૂપ ઘટના સાથે તેમણે ગુજરાતના વિકાસનું મોડલ તૈયાર કર્યું હતું.