Rajkummar Rao Deleted Post: બૉલીવુડ એક્ટર રાજકુમાર રાવ (Rajkummar Rao)એ ગયા વર્ષે ગર્લફ્રેન્ડ પત્રલેખા (Patralekhaa) સાથે લગ્ન કરી લીધા છે. લગલભ 11 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ રાજકુમાર રાવ અને પત્રલેખાએ લગ્ન કર્યા છે. લગ્ન બાદ બન્ને જ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેવા લાગ્યા છે, દરરોજ પોતાના કોઝી ફોટોઝ અને વીડિયો શેર કરતાં રહે છે. રાજકુમાર રાવ બુધવારે પત્રલેખાની એક તસવીર શેર કરી હતી.જેમં તેનો પૉઝ જોઇને ફેન્સ ચોકી ગયા હતા. અને આ પૉસ્ટ પર ખરાબ અશ્લીલ કૉમેન્ટ કરવા લાગ્યા હતા. આ પછી હવે આ પૉસ્ટને રાજકુમાર રાવે ડિલીટ કરી દીધી છે.  


રાજકુમાર રાવે એક મિરર સેલ્ફી (Rajkummar Rao Mirror Selfie) શેર કરી હતી, તેને આ તસવીર શેર કરતા લખ્યુ- શીશા ઔર શીશે મે તસવીર......આ તસવીરમાં પત્રલેખા વ્હાઇટ કલરના ડ્રેસમાં દેખાઇ રહી હતી, વળી રાજકુમાર રાવ કાંચમાંથી આ સેલ્ફી લઇ રહ્યો હતો. પત્રલેખાનો આ પૉઝ જોવામાં અટપટો લાગી રહ્યો હતો. જેનુ કારણે આ તસવીરની યુઝર્સ મજાક ઉડાવવા લાગ્યા હતા.  


પૉસ્ટ કરી ડિલીટ- 
કદાચ રાજકુમાર રાવને ખબર નહી હોય કે આ તસવીર પર  આટલી ખરાબ અને અશ્લીલ કૉમેન્ટ આવવા લાગશે, જેના કારણે તેમને આ પૉસ્ટ ડિલીટ કરી દીધી છે. તેમને યૂઝર્સની કૉમેન્ટ્સ પસંદ ના આવી જેના કારણે રાજકુમાર રાવે આ પૉસ્ટને ડિલીટ કરી દીધી છે. 






રાજકુમાર રાવ અને પત્રલેખાએ 15 નવેમ્બરે ચંદીગઢમાં લગ્ન કરી લીધા હતા. લગ્નમાં પરિવારજનો અને ખાસ દોસ્તો જ સામેલ થયા હતા, પત્રલેખા રાજકુમાર રાવના લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર ખુબ વાયરલ થઇ હતી.