નવી દિલ્હી: WWEના જાણીતા રેસલર બ્રોક લેસનરના વકીલ પોલ હેમૈને બોલીવૂડ અભિનેતા રણવીર સિંહને ફ્રેઝ (વાક્ય)નો ઉપયોગ કરવાને લઈને કાનૂની નોટીસ મોકલી છે. તેમણે ટ્વિટર પર એક ટ્વીટ કરીને કહ્યું મે ચેતવણી નથી આપી, પરંતુ મે નોટીસ મોકલી છે. તેમણે પોતાના ટ્વિટમાં એ પણ કહ્યું કે તેઓ મેનેજર નથી, પરંતુ વકીલ છે અને તેઓ ઈતિહાસના સૌથી સારા વકીલ છે.




આઈસીસી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન મેચ દરમિયાન રણવીર સિંહ મૈનચેસ્ટરના ઓલ્ડ ટ્ર્રૈફર્ડ મેદાનમાં હતો. ત્યાં તેણે ઘણા ખેલાડીઓ સાથે તસવીર પડાવી હતી અને કોમેન્ટ્રી બોક્સમાં પણ જોવા મળ્યો હતો. બાદમાં રણવીરે ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં હાર્દિક પંડ્યાની સાથેની તસવીર શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, 'ઈટ. સ્લીપ. ડોમિનેટ. રિપીટ. અને આનું નામ હાર્દિક પંડ્યા છે'.


આ ફ્રેઝ (વાક્ય)નો ઉપયોગ કરવાને લઈને પહેલા તો બ્રોક લેસનરના વકીલ પોલે ટ્વીટ પર ગુસ્સામાં તેને જવાબ આપ્યો અને હવે તેણે રણવીરને કાનૂની નોટીસ મોકલી છે. ઉલ્લેખનીય છે કે રણવીરને આ નોટીસ મળી છે કે નહી તેને લઈને અત્યાર સુધી કોઈ જાણકારી નથી.


ઉલ્લેખનીય છે કે આ ફ્રેઝ (વાક્ય)નો ઉપયોગ બ્રોક લેસનર માટે કરવામાં આવે છે. તેના માટે બોલવામાં આવતું ફ્રેઝ (વાક્ય) આ પ્રમાણે છે, 'ઈટ. સ્લીપ. કન્ક્યૂર, રિપીટ.' બ્રોક લેસનરના વકીલ પોલનું કહેવું છે કે આ ફ્રેઝ (વાક્ય) પર તેનો કોપિરાઈટ છે.