વર્લ્કપ 2019: વોર્નરની ધમાકેદાર ઇનિંગથી ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રનથી હરાવ્યું
abpasmita.in | 20 Jun 2019 02:48 PM (IST)
ડેવિડ વોર્નરે આક્રમક બેટિંગથી વર્લ્ડકપની 26મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રનથી હરાવ્યું હતું.
લંડનઃ ડેવિડ વોર્નરનની આક્રમક બેટિંગથી વર્લ્ડકપની 26મી મેચમાં ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને 48 રનથી હરાવ્યું હતું. 382 રનના મોટા લક્ષ્યાંક સામે બાંગ્લાદેશની ટીમ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 333 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે શાનદાર બેટિંગ કરતા 166 રન બનાવ્યા હતા. જ્યારે મિચેલ સ્ટાર્ક, કુલ્ટર નાઈલ અને ટોઈનિસે બે-બે વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશ તરફથી મુશફિકૂર રહિમે સર્વાધિક 102 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે મહમુદુલ્લાહે 69 રન, તમિમ ઇકબાલ 62 રન અને શાકિબ હસને 41 રન બનાવ્યા હતા. સોમ્યા સરકાર 10 રને રન આઉટ થયો હતો. સોમ્યા સરકારે સર્વાધિક ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે રેહમાને એક વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી બાંગ્લાદેશને 382 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ડેવિડ વોર્નર (166), ઉસ્માન ખ્વાજા (89)ની શાનદાર ઈનિંગથી 381 રન બનાવ્યા હતા. આરોન ફિન્ચે 51 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયા આ મેચ સાથે 6 મેચમાં 5 જીત મેળવી છે. જ્યારે બાંગ્લાદેશ 6 મેચમાં 3 હાર, બે જીત અને એક મેચ અનિર્ણિત મળી 5 પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે.