ઋષિ કપૂર ટ્વિટર કરતા મિત્રો તથા પરિવારનો આભાર માન્યો હતો. ઋષિ કપૂરે ટ્વીટ કરીને કહ્યું મારા મિત્રો, ફોલોઅર્સ, મારી તબિયતને લઈ તમે ઘણાં જ ચિંતિંત થયા તે જાણીને આનંદ થયો. હું છેલ્લાં 18 દિવસથી દિલ્હીમાં શૂટિંગ કરતો હતો અને પ્રદૂષણને કારણે મને ઈન્ફેક્શન થઈ ગયું હતું. મારું ન્યૂટ્રોફિલ કાઉન્ટ ઓછું છે અને તેને કારણે મારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ઋષિ કપૂરને 2018માં કેન્સર હોવાની જાણ થઈ હતી. બાદમાં ઋષિ કપૂર પત્ની તથી દીકરા સાથે સારવાર માટે ન્યૂ યોર્ક ગયા હતા. ન્યૂ યોર્કમાં તેઓ 11 મહિના સુધી રહ્યાં હતાં. કેન્સર ફ્રી થયા બાદ તેઓ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત ફર્યાં હતાં.