નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હવે પાંચમી ફેબ્રુઆરીથી ત્રણ મેચોની વનડે સીરીઝ રમાવવાની છે. ખાસ વાત એ છે કે, હાલમાં ભારતીય ટીમના બન્ને રેગ્યૂલર ઓપનર શિખર ધવન અને રોહિત શર્મા ઇજાના કારણે ટીમમાંથી બહાર છે, ત્યારે ઓપનિંગ કોણ કરશે? જોકે આ વાતનો પણ જવાબ મળી ગયો છે.


રિપોર્ટ પ્રમાણે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટીમને જણાવી દીધુ છે કે, ઇનિંગની શરૂઆત પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ કરશે. કેમકે વિરાટ કેએલ રાહુલને નીચેના ક્રમમાં બેટિંગ કરાવવા ઇચ્છે છે.



ખાસ વાત છે કે, પૃથ્વી શૉ અને મયંક અગ્રવાલ બન્ને ભારતના એવા ખેલાડીઓ છે, જે વનડે ડેબ્યૂ કરી રહ્યાં છે.



પૃથ્વી શૉને સિલેક્ટરોએ વનડે ટીમ માટે પસંદગી કરી હતી, જ્યારે મંયક અગ્રવાલને ઇજાગ્રસ્ત રોહિત શર્માની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યુ છે.