મીડિયા રિપોર્ટ્સ મુજબ ઋષિ કપૂરને દિલ્હીની હોસ્પિટલમાં ખરાબ તબિયતના કારણે દાખલ કરાયા છે. આલિયા પોતાની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ ખત્મ કરી રણબીર સાથે દિલ્હી પહોંચી ગઈ છે. અરમાન જૈનની સંગીત સેરેમનીમાં આલિયા ભટ્ટ તથા રણબીર કપૂર પર્ફોર્મ કરવાના હતાં. જોકે, તેઓ ફેમિલી ઈમર્જન્સીને કારણે તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા હતાં.
પિતાની તબિયતના સમાચાર સાંભળીને રણબીર કપૂર તાત્કાલિક દિલ્હી આવ્યો હતો. ચાહકો તથા મિત્રો એક્ટરની તબિયતને લઈ ચિંતાગ્રસ્ત થઈ ગયા હતાં અને રીષિ કપૂરની તબિયત વધુ ખરાબ નથી, તેને લઈ કપૂર પરિવારને પૂછવા લાગ્યા હતાં.
રીષિ કપૂરને વર્ષ 2018માં કેન્સર હોવાની જાણ થઈ હતી. તેઓ તાત્કાલિક પત્ની તથી દીકરા સાથે કેન્સરની સારવાર માટે ન્યૂયોર્ક ગયા હતા. ઋષિ કપૂર આશરે 11 મહિના સુધી ત્યાં રહ્યાં હતાં. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત ફર્યાં હતાં.