કિવી બેટ્મસેન રૉસ ટેલરે પાંચમી ટી20 રમતાં જ તેના નામે 100 ટી20 મેચો રમવાનો રેકોર્ડ નોંધાઇ ગયો હતો. આજની મેચ સાથે જ રૉસ ટેલર દુનિયાનો ત્રીજા નંબરનો ખેલાડી બની ગયો હતો, જેને 100 આંતરરાષ્ટ્રીય ટી20 રમી હોય.

100 ટી20 રમનારા ક્રિકેટરો
113 મેચ - શોએબ મલિક
107 મેચ - રોહિત શર્મા
100 મેચ - રૉસ ટેલર
ખાસ વાત છે કે, આ સાથે જ રૉસ ટેલર 100 ટી20 રમનારો ન્યૂઝીલેન્ડનો પ્રથમ ખેલાડી પણ બની ગયો છે. જ્યારે આ પહેલા સ્ટીફન ફ્લેમિંગ 100 ટેસ્ટ, અને રિચાર્ડ હેડલી 100 વનડે મેચ રમી ચૂક્યા છે.