મુંબઈ: અંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર બોલીવૂડ સ્ટાર્સ પણ યોગ કરતા જોવા મળ્યા હતા. બોલીવૂડ સ્ટાર્સે યોગ કરતી તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. બોલીવૂડ અભિનેતા સલમાન ખાન યોગ દિવસ પર કંઈક અલગ કરતો જોવા મળ્યો હતો. સલમાનના ફેન્સ પણ તેને જોઈ દંગ રહી ગયા હતા.

સલમાન ખાને સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે પૂલમાં રિવર્સ ડાઈવ લગાવતો જોવા મળે છે.


ઉલ્લેખનીય છે કે હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ ભારતે 200 કરોડ કરતા વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં સલમાન સાથે કેટરિના કૈફ જોવા મળી હતી.