મુંબઈઃ છેલ્લા થોડા સમયથી શાહરૂખ ખાનની ફિલ્મો ઉપરાછાપરી નિષ્ફળ જતાં તે ડીપ્રેશનનો ભોગ બન્યો હોવાનું કહેવાય છે. શાહરૂખે ડીપ્રેશનની દવા લેવાનું ચાલુ કર્યું હોવાનું કહેવાય છે.


એક અજાણ્યા ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ્ કરાઈ છે કે, ''શોકિંગ બ્રેકિંગ ન્યુઝ. રેડ ચિલીઝના આંતરિક સૂત્રના જણાવ્યા અનુસાર કિંગ ખાનની ફિલ્મોની સતત નિષ્ફળતાને કારણે માનસિક તાણનો ભોગ બન્યો છે. તેને પેનિક એટેક આવે છે અને તે એન્ટી ડિપ્રેશનની દવાઓ પણ લે છે. શાહરૂખ, તું જલદી સારો થઇ જા.''



શાહરૂખ છેલ્લે આનંદ એલ. રાયની ફિલ્મ 'ઝીરો'માં દેખાયો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પટકાઇ હતી. એ પછી શાહરૂખ માનસિક તાણનો ભોગ બન્યો હોવાની વાત ચાલી રહી છે. શાહરૂખ છેલ્લા કેટલાય સમયથી પત્રકારોને પણ મળતો નથી. ઇવેન્ટમાં આવે તો તે પત્રકારો સાથે વાત કરવાનું ટાળે છે.