મુંબઇઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસીનાઓ પોતાની ટૉન્ડ બૉડી અવારનવાર ફ્લૉન્ટ કરીને બધાને ચોંકાવે છે. પરંતુ તમે ક્યારેક વિચાર્ચુ છે કે એક્ટર પણ આવુ કરી શકે ? નહીં ને, પરંતુ આ સત્ય છે. તાજેતરમાં જ એક્ટરે પોતાની બૉલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે. તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર પોતાના ન્યૂડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ નગ્ન સ્થિતિમાં પૉઝ આપી રહ્યો છે.
તસવીરની વાત કરીએ તો અભિનેતા શરદ મલ્હોત્રા દરિયાકિનારે સ્કાર્ફની સાથે પૉઝ આપી રહ્યો છે. આની સાથે તે તસવીરમાં પોતાની મસ્ક્યૂલર બૉડી ફ્લૉન્ટ કરી રહ્યો છે. જો તમે તસવીરને ધ્યાનથી જોશો તો ખબર પડશે કે એક્ટરનુ આ ન્યૂડ ફોટોશૂટ છે.
શરદ મલ્હોત્રાની આ તસવીર સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઇ રહી છે. ફેન્સ એક્ટરની તસવીર પર ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે. કેટલાક ફેન્સને એક્ટરની આ તસવીર જોઇને સાંવરિયાનો રણબીર કપૂર યાદ આવી રહ્યો છે.
એક્ટરની કેરિયરની વાત કરીએ તો શરદ મલ્હોત્રાએ ઘણાબધા ટીવી શૉમાં કામ કર્યુ છે, તેને નાગિન, બનૂ મે તેરી દુલ્હન સહિતના કેટલાય પૉપ્યૂલર શૉમાં કામ કર્યુ છે.
આ પણ વાંચો........
રશિયા યૂક્રેનના કીવ-ચર્નિહીવમાંથી સેના ઓછી કરશે, જાણો શું છે યૂક્રેનનો નવો શાંતિ પ્રસ્તાવ
આ ડાયટ રૂટીન ક્યારેય ન અપનાવો થઇ શકે છે સ્વાસ્થ્યને ભારે નુકસાન, જાણો શું છે એક્સ્પર્ટનો મત