હાલમાં જ સોની ચેલે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી તસવીર અને પ્રોમો શેર કરી આ વાતનો ખુલાસો કર્યો છે. સોશિયલ મીડિયા પર સામે આવેલ આ તસવીર અને પ્રોમોથી જાણવા મળે છે કે અભિનેતા સોનૂ સૂદે કપિલ શર્મના સેટ પર ખૂબ મસ્તી કરી છે. જ્યારે આ શો દરમિયાન એક્ટર સોનૂ સૂદને લોકડાઉન દરમિયાન ફસાયેલ પ્રવાસી મજૂરોને યાદ કરતાં ભાવુક થતા પણ જોઈ શકાય છે.
જણાવીએ કે, કોરોનાથી બચવા માટે લગાવવામાં આવેલ લોકડાઉન બાદ કોમેડિયન કપિલ શર્માના શો ‘ધ કપિલ શર્મા શો’નો પ્રથમ વખત નવો એપિસોડ ઓન એર થવા જઈ રહ્યો છે. જ્યારે ઘણાં સમયથી અટકળો હતી કે અભિનેતા સોનૂ સૂદ આ પ્રથમ શોમાં મુખ્ય મહેમાન હોઈ શકે છે. ધ કપિર શર્મા શોનો આ પ્રથમ એપિસોડ 1 ઓગક્ટ રાત્રે 9-30 કલાકે સોની ચેનલ પર ટેલિકાસ્ટ થશે.