તેમણે ટ્વીટ કરીને, “મારી કોવિડ-19ની સારવાર ચાલી રહી છે અને હવે સ્થિતિ સારી છે. આપણે એ સમજવાની જરૂર છે કે હજુ જીવન સામાન્ય થયું નથી. આપણે ભયભીત થઈને તમામ કામો રોકી પણ નથી શકતા. આપણે હજુ પણ સુરક્ષિત અને સાવધાન રહેવાની જરૂર છે. ”
કોરોના વાયરસના કેસમાં ભલે ઘટાડો આવ્યો છે પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. દરરોજ નવા કેસ સામે આવી રહ્યાં છે. તમિલનાડુમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 8,41,797 પહોંચી છે. જ્યારે વાયરસના ઝપેટમાં આવીને 12,383 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાહતની વાત એ છે અત્યાર સુધી 8 લાખ 25 હજાર 025 લોકો આ મહામારીથી સ્વસ્થ થઈ ચૂક્યા છે.