કાર્યકર્તાઓ સાથે મળીને ચર્ચા કરી છે. આ મુદ્દે અમિત ચાવડાએ ઇમરાન ખેડાવાલા સાથે ટેલીફોનિક વાતચીત કરીને મુદ્દાનો ઉકેલ લાવવાની ખાતરી આપી રાજીનામુ ન આપવા જણાવ્યું હતું. બહેરામપુરામાં ટિકિટ વહેંચણીને લઈને નારાજ ચાલી રહ્યા છે ઇમરાન ખેડાવાલા.
ખાસ કરી ને બહેરામપુરા વોર્ડમાં તસ્લિમ તીર્મઝી અને નઝમા રંગરેઝને ટિકિટ આપતા ખેડાવાલા નારાજ થયા હતા. કોંગ્રેસે બહેરામપુરામાં છ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે. બહેરામપુરા વોર્ડમાં 4 ઉમેદવારો ફાઇનલ થયા પછી અન્ય બે ઉમેદવારોને મેન્ડેટ અપાતા નારાજગી સામે આવી છે તેમનો આક્ષેપ પણ રહ્યો છે કે કોઈ નેતાના દબાણમાં આવીને કરવામાં આવેલા નિર્ણયથી તે નાખુશ છે.