બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લેમાં કરવામાં આવ્યા હતાં. પરિવાર પટનાથી મુંબઈ પહોંચતા જ સુશાંતની અંતિમ ક્રિયાની તૈયારીઓ કરવામાં આવી હતી. સુશાંતના પિતાએ મુખાગ્નિ આપી હતી.
સુશાંત સિંહનો પરિવાર મુંબઈ પહોંચતા જ સુશાંતના અંતિમ યાત્રા પર લઈ જવામાં આવ્યો હતો.
તમને જણાવીએ દઈએ કે, સુશાંત સિંહ રાજપૂતે રવિવારે પોતાના બાંદ્રા સ્થિત ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
સુશાંત સિંહ રાજપૂતના પોસ્ટમોર્ટમ બાદ સોમવારે કપૂર હોસ્પિટલે રિપોર્ટ જાહેર કર્યો હતો.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, શ્વાસ રૂંધાવાના કારણે તેનું મોત નિપજ્યું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે.
સુશાંત સિંહ છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનથી પીડાતો હતો.
સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી લીધા હોવાના સમાચાર સામે આવ્યા બાદ આખું બોલિવૂડ સ્તબ્ધ છે.
સુશાંત સિંહની ડેડ બોડી સૌથી પહેલા તેના નોકરે જોઈ હતી ત્યાર બાદ તાત્કાલિક પોલીસને તેની જાણકારી આપી હતી.
પોલીસ હાલ આ ઘટના અંગે તપાસ કરી રહી છે પરંતુ સુશાંતે આવું પગલું કેમ ભર્યું તેનું કારણ હજુ જાણવા મળ્યું નથી.
Photos: સુશાંત સિંહ રાજપૂતના થયા અંતિમ સંસ્કાર, પિતાએ આપી મુખાગ્નિ, કયા-કયા સેલેબ્સ પહોંચ્યા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Jun 2020 08:21 AM (IST)
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લેમાં કરવામાં આવ્યા હતાં. પરિવાર પટનાથી મુંબઈ પહોંચતા જ સુશાંતની અંતિમ ક્રિયાની તૈયારીઓ કરવામાં આવી
- - - - - - - - - Advertisement - - - - - - - - -