મુંબઇઃ બૉલીવુડ એક્ટર ટાઇગર શ્રોફ હવે કમ્પલિટ માઇકલ જેક્સન બનવા ઇચ્છી રહ્યો છે. તેનું કહેવું છે કે તે બ્રુનો માર્સ અને માઇકલ જેક્સન જેવી પરફોર્મન્સ આપવા માટે કામ કરી રહ્યો છે, ટાઇગર આમ તો એક એક્શન હીરો છે. તેને કેટલાક મ્યૂઝિક વીડિયો પણ કર્યા છે.

ટાઇગર શ્રોફ પોતાના બિઝી સમયમાંથી સમય કાઢીને મ્યૂઝિક વીડિયો પણ બનાવે છે.



જ્યારે ટાઇગરને પુછવામાં આવ્યુ કે શું તમારી યોજના ગીતો ગાવાની પણ છે, ટાઇગરે આના જવાબમાં કહ્યું કે, હા, મારી કોશિશ છે કે હું માઇકલ જેક્સનના જેવી કામગીરી કરુ. તેને કહ્યું કે હું બ્રૂનો માર્સ અને માઇકલ જેક્સનનો ફેન છુ. તે કમ્પલિટ પરફોર્મર છે. તેઓ ગાય પણ છે અને નાચે પણ છે. હું એકદિવસ આ જરૂર કરીશ. મારી ઇચ્છા માઇકલ જેક્સન જેવા બનવાની છે.


ઉલ્લેખનીય છે કે, ટાઇગર શ્રોફની તાજેતરમાં જ ફિલ્મ વૉર દેશમાં 300 કરોડ રૂપિયાથી વધુ કમાણી કરી ચૂકી છે.