આ યુવતી ટીમ ઈન્ડિયાના કયા બોલરની એક્શન કરતી જોવા મળી? વીડિયો જોઈને ચોંકી જશો
abpasmita.in | 25 Oct 2019 10:16 AM (IST)
આકાશ ચોપરાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ યુવતીનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘લાગે છે કે હરભજન તું આની પ્રેરણા છે
નવી દિલ્હી: તમે સોશિયલ મીડિયામાં ઘણાં એવા વીડિયો જોયા હશે જેમાં યુવકો ખેલાડીઓની એક્શન કરતાં જોવા મળતાં હોય છે. યુવકો બોલિંગ અને બેટિંગની કોપી કરતાં ઘણીવાર જોવા મળતાં હોય છે ત્યારે આવું જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. એક યુવતી ભારતના દિગ્ગજ ખેલાડી હરભજન સિંહની નકલ કરતી જોવા મળી છે. આકાશ ચોપરાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ યુવતીનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘લાગે છે કે હરભજન તું આની પ્રેરણા છે, જેવી રીતે દેશના બાકી બધાં સ્પિનર્સની પણ.’ આ વીડિયો હવે ખૂબ વાયરલ થયો છે. લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે પણ મોટાભાગના લોકો કન્ફ્યૂઝ પણ થઈ ગયા છે કે આ યુવી હરભજન કે બુમરાહની એક્શન કરી રહી છે તે ખબર પડતી નથી.