જણાવવામાં આવી રહ્યું છે કે વિજય રાજ પોતાની ટીમ સાથે બાલાઘાટમાં હતા, જ્યાં તે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરવા પહોંચ્યા હતા. મિડ ડેની રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું કે આ જ ફિલ્મના શૂટિંગ દરમિયાન કથિત રીતે વિજયે એક મહિલા સાથે છડતી કરી.
57 વર્ષના અભિનેતા વિજય રાજ ફિલ્મ રનમાં પોતાની કૌવા બિરયાની વાળા સીનને લઈ ખૂબ જ જાણીતા બન્યા હતા. આ સિવાય તેણે ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં ધમાલ, વેલકમ, દીવાને હુએ પાગલ, રધુ રોમિયો, મુંબઈ ટુ ગોવા અને ગલી હબોય સામેલ છે.
અભિનેતા વિજય રાજે 1999માં આવેલી ફિલ્મ ભોપાલ એક્સપ્રેસથી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. વિજયનો જન્મ પાંચ જૂન 1963માં ઉત્તરપ્રદેશના ઈલાહાબાદમાં થયો હતો. તેમણે દિલ્હીમાંથી અભ્યાસ કર્યો છે.