જ્વાલા અને વિશાલ બંન્નેએ આ વખતે નવા વર્ષની ઉજવણી સાથે કરી હતી. જ્વાલાએ ખાસ કોમેન્ટ સાથે પોતાની સાથે વિષ્ણુની તસવીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી દીધી હતી. આ ઉપરાંત બંન્નેએ પોતાના ચાહકોને પણ નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. બંન્ને આ તસવીરોમાં એક-બીજાથી ખુશ અને રોમાન્ટીક જોવા મળી રહ્યાં છે.
તમને જણાવી દઇએ કે, તાજેતરની તસવીરો અને તેમના કેપ્શનથી સ્પષ્ટ થાય છે કે, બંન્નેએ પોતાના સંબંધને સાર્વજનિક રીતે સ્વીકાર કર્યો છે. પોતાની તસવીરોને ટ્વીટર પર શેર કરતાં જ્વાલાએ કેપ્શનમાં વિષ્ણુને ટેગ કરતાં લખ્યું હતું કે, માય બેબી, હેપ્પી ન્યૂ ઈયર, @TheVishnuVishal’
જેના જવાબમાં વિષ્ણુએ પણ એક કિસિંગ ઈમોજી લગાવ્યો હતો ત્યાં જ જ્વાલાએ આ સિવાય વધુ કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
વિષ્ણુ વિશાલ તમિલ એક્ટર અને પ્રોડ્યૂસર છે અને તે ઘણાં સમય માટે ક્રિકેટર પણ રહી ચૂક્યો છે. ટીએનસીએમાં તે ક્રિકેટ રમ્યા બાદ પગમાં ઈજા થવાના કારણે તેનું ક્રિકેટ કરિયર સમાપ્ત થઈ ગયું હતું. ત્યાર બાદ તેણે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2009થી કરી હતી.