એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Mar 2021 10:54 AM (IST)
રિયાલિટી શોની પૂર્વ કન્ટેસ્ટન્ટ પવિત્રા પૂનિયા શનિવારે મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી. તે મોટાભાગે બોયફ્રેન્ડ એઝાઝ ખાન સાથે જોવા મળે છે. જો કે આ વખતે તે એરપોર્ટ પર એકલી જ જોવા મળી. આવામાં ફોટોગ્રાફરે પૂછી લીધું એઝાઝ ક્યાં છે? જવાબમાં પવિત્રાએ કહ્યું એઝાઝ તેના કામમાં વ્યસ્ત છે.
સોશિયલ મીડિયા પર પવિત્રાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે મુંબઇ એરપોર્ટ પર પૈપરાજી સાથે વાત કરતી જોવા મળે છે. આ સમયે ફોટોગ્રાફરે તેમને પૂછ્યું ખાન સાહેબ એઝાઝ ખાન ક્યાં છે. તેના જવાબમાં પવિત્રાએ કહ્યું કે, ખાન સાહેબ તેના પ્રોજેક્ટમાં બિઝી છે અને હું મારા શૂટમાં બિઝિ થવા જઇ રહી છું.તેમણે કહ્યું, 'કામ કરવા દો યાર, તે તેમનું કામ કરે છે અને હું મારૂં કામ કરૂ છું' આ પહેલા એઝાઝ અને પવિત્રા એક રેડિયો ઇવેન્ટમાં જોવા મળ્યાં હતા. આ સમય દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. આ સમય દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શર્દુલ પંડિત પવિત્રાને હગ કરતા જોવા મળે છે. આ જોઇને એઝાઝ કહે છે. ‘તેને એકલી છોડી દો’ થોડા સમય પહેલા એઝાઝે ગર્લફ્રેન્ડ પુનિયા સાથે લગ્ન મુદ્દે ખુલ્લીને વાત કરી હતી. બંને એકબીજાને પ્રેમ કરે છે. ઘણી વખત તેમની રોમેન્ટિક તસવીર સામે આવી છે. એઝાઝે બંને વચ્ચેના રિલેશનશિપની પુષ્ટી કરી છે અને એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, આ વર્ષના અંતમાં બંને લગ્ન કરશે. ઇ ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે, ‘અભી સાદી કે લિયે બહુત પાપટ બેલને હૈ. લેકિન જો સબ કુછ સહી રહા તો ઇન્સાઅલ્લાહ ઇસી સાલ કે અંતમાં હમ સાદી કર લેંગે’