અમદાવાદમાં દિવાળી પછી પણ દર દસમી વ્યક્તિ કોરોના વાઈરસની ઝપેટમાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે નવેમ્બર-ડિસેમ્બરમાં લગભગ 22 હજારથી વધુ લોકોના સેમ્પલ લઈ હાથ ધરેલા સર્વે પ્રમાણે અમદાવાદમાં હાલ સીરો પોઝિટિવિટી 24.20 ટકા છે.


કોરોના સામે અમદાવાદમાં હજુ હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ નથી અને દર 10મી વ્યક્તિ કોરોનાના સંસર્ગમાં આવી છે. એકવાર કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા લોકોમાં સૌથી વધુ 54.51 ટકા લોકો સીરો પોઝિટિવિટી જોવા મળી હતી.

જૂન-જુલાઈમાં કરાયેલા સર્વેમાં સીરો પોઝિટિવિટીનું પ્રમાણ 17.61 ટકા જ્યારે ઓગસ્ટના સર્વેમાં તેનું પ્રમાણ 23.24 ટકા હતું. આમ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ઝીરો પોઝિટિવિટીમાં માત્ર 0.96 ટકાનો વધારો થયો છે.

જૂન-જુલાઈની સરખામણીએ 6.59 ટકાનો વધારો થયો છે. સર્વેમાં સામાન્ય લોકો ઉપરાંત હેલ્થ વર્કર્સ, કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા લોકો અને કોરોનાનો ચેપ ધરાવતા લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.