મુંબઇઃ બૉલીવુડ અભિનેતા કાર્તિક આર્યન એક એવો એક્ટર છે, જેને કોઇપણ જાતની ધમાલ કે શોર શરાબા વિના ઇન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. કાર્તિક આર્યનને થોડાક દિવસો પહેલા કરણ જોહરની ફિલ્મ દોસ્તાના 2માંથી બહાર કરી દેવામાં આવ્યો હતો, જેની ચર્ચા પણ ખુબ ચાલી. પરંતુ હવે જે ખબર સામે આવી છે તેનાથી લાગે છે કે કાર્તિક આર્યનને જાણે લોટરી લાગી ગઇ છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની ખબર અનુસાર, ફિલ્મ ડાયરેક્ટર વાસુ ભગનાનીએ તેને એકસાથે ત્રણ મોટી ફિલ્મોની ડીલની ઓફર કરી છે. 


આ ખરેખરમાં કાર્તિક આર્યન માટે મોટી ખબર છે, રિપોર્ટ અનુસાર, કાર્તિક આર્યનને વાસુ ભગનાનીએ પોતાની આગામી 3 ફિલ્મો માટે એકસાથે સાઇન કરવાની ઓફર કરી છે. જોકે ડીલ કેટલા રૂપિયામાં થશે તેને લઇને વધુ જાણકારી નથી મળી શકી પરંતુ ડીલને લઇને કાર્તિક ખુબ સમજી વિચારીને આગળ વધવા માંગે છે. ખબરોનુ માનીએ તો તેને હજુ સુધી આ ડીલ પર સાઇન નથી કરી, કાર્તિક નથી ઇચ્છતો કે ઉતાવળમાં કોઇ ભૂલવાળુ પગલુ ભરાય, પહેલા તે ડીલ માટે દરેક રીતે સંતુષ્ટ થઇ જવા માગે છે.  



ખરેખરમાં, કાર્તિક આર્યન થોડાક મહિનાઓ પહેલા તે સમયે વિવાદોમાં આવ્યો હતો, જ્યારે કરણ જોહરે તેને પોતાની ફિલ્મ દોસ્તાના 2માંથી કોઇપણ કારણ વિના બહાર કરી દીધો હતો. આ ફિલ્મમાં જ્હાન્વી કપૂર તેની અપૉઝિટ દેખાવવાની હતી. ચર્ચા એવી પણ થઇ રહી છે કે જ્હાન્વીના કારણે કાર્તિકને ફિલ્મમાંથી હટાવવામાં આવ્યો. આ પછી તે શાહરૂખ ખાનના પ્રૉડક્શન હાઉસ રેડ ચિલીની ફિલ્મ ફ્રેડીમાંથી પણ બહાર થઇ ગયો હતો. આ ખબરે તેને ખુબ નિરાશ કરી દીધો હતો. પરંતુ એકતા કપૂરે જ્યારે આને પ્રૉડ્યૂસ કરવાનુ શરૂ કર્યુ તો કાર્તિકને ફરીથી આ ફિલ્મમાં લઇ લેવામાં આવ્યો. કાર્તિક આજકાલ ફિલ્મ ફ્રેડીના શૂટિંગમાં બિઝી છે. આ ઉપરાંત તે રામ માધવાનીની થ્રિલર ડ્રામા 'ધમાકા' અને અનીસ બજ્મીની હૉરર કૉમેડી 'ભૂલ ભૂલૈયા 2'માં પણ કામ કરી રહ્યો છે.