T20 World Cup માટે ટીમ ઈન્ડિયાની આજે જાહેરાત થઈ શકે છે. યુએઈમાં યોજાનારા આ વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે પરંતુ તેની ઔપચારિક જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. ટી20 વર્લ્ડ કપમાં ટીમની પસંદગી માટે ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિ વર્ચ્યુઅલ મીટિંગ દ્વારા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી સાથે જોડાશે.


આ વર્ચ્યુઅલ મીટિંગ બાદ જ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની જાહેરાત કરવામાં આવશે, જે આ વર્લ્ડ કપમાં ટીમ સાથે જોડાશે. આજે યોજાનારી ટીમની જાહેરાત પહેલા જ બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું હતું કે ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલી શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ બાદ ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માટેની ટીમની જાહેરાત કરવામાં આવશે. આગામી મહિને યુએઈમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ભારતીય ટીમ કોને આપે છે તે જોવું રસપ્રદ રહેશે.


વરુણ ચક્રવર્તી અને રાહુલ ચાહર વચ્ચે સ્પર્ધા


ટી20 વર્લ્ડ કપ (T20 World Cup)ની પસંદગીમાં આ બે ખેલાડીઓની પસંદગીમાં મુંઝવણ જોવા મળી રહી છે. તે જોવાનું રહ્યું કે કોને ટીમમાં સામેલ કરવામાં આવશે. સ્પિનર ​​વરુણ ચક્રવર્તી, જેમણે આઈપીએલમાં પોતાની શાનદાર બોલિંગથી બેટ્સમેનોના છોતરા કાઢી નાંખ્યા હતા અને રાહુલ ચાહરે, જેણે તેના ઝડપી લેગ બ્રેક બોલથી બેટ્સમેનોને હંફાવ્યા હતા. આ સિવાય ઈજામાંથી પરત ફરી રહેલા તેજસ્વી બેટ્સમેન શ્રેયસ અય્યરને પણ આ ટીમમાં સામેલ કરી શકાય છે.


ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે આ સંભવિત ભારતીય ટીમ હોઈ શકે છે


વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (wk), રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, શ્રેયસ અય્યર, ઇશાન કિશન (wk), ભુવનેશ્વર કુમાર, શિખર ધવન


આ સિવાય વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, પૃથ્વી શો, દીપક ચાહર, શાર્દુલ ઠાકુર, પ્રસિદ્ધ કૃષ્ણાને રિઝર્વ ખેલાડીઓમાં સામેલ કરી શકાય છે.