મુંબઈ: બોલિવૂડના જાણીતા અભિનેતા અને જાણીતી અભિનેત્રીનું બ્રેકઅપ થઈ ગયું હોવાની વાત સોશિયલમ મીડયામાં વાયરલ થઈ છે. અમે વાત કરી રહ્યાં છીએ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની. થોડા સમય પહેલા તેમના લગ્નની ચર્ચાઓ વિશે વાત થઈ રહી હતી પરંતુ હવે તેમની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું હોવાની વાત સામે આવી છે. અનેક મીડિયા રિપોર્ટમાં પણ આ અંગે દાવા કરવામાં આવ્યો છે અને આ મીડિયા રિપોર્ટમાં તેમના બ્રેકઅપના કારણ આપવામાં આવ્યા છે જે ચોંકવનારા છે.
અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરને લઈને થોડા સમય પહેલા એવી ખબરો હતી કે બન્નેના પરિવારો લગ્નની તૈયારીઓ વ્યસ્ત છે. લગ્નનો ઉત્સાહ ઘરમાં છે ત્યાં જ હવે જાણીત અંગ્રેજી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, હાલ બન્ને વચ્ચે હવે કંઇ સારું ચાલી રહ્યું નથી.
આ તમામ વાતોની શરૂઆત ત્યારથી થઇ જ્યારે આલિયા ભટ્ટના બર્થ-ડે પર રણબીર કપૂર ત્યાં હાજર રહ્યો નહતો. આલિયાએ કોરોના વાયરસના કારણે પોતાનો ઘરમાં જ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું અને અહીં ઘરના અંગત લોકો જ હાજર રહ્યા હતા. જોકે આલિયા ભટ્ટનો બર્થ ડે હોવા છતાં રણબીર કપૂર અહીં હાજર રહ્યો નહતો અને આજ કારણે તેમના બ્રેકઅપની ખબર તેજીથી ફેલાઈ ગઇ હતી.
જોકે રણબીર કપૂર કે આલિયા ભટ્ટ બન્નેમાંથી કોઇ પણના તરફથી આ વાતને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. વર્કફંટની વાત કરીએ તો આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે નજરે પડશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન મહત્વનો રોલ ભજવશે. આ સિવાય આલિયા ભટ્ટ પાસે સંજય લીલા ભળશાળીની ફિલ્મ ગંગૂબાઇ પણ છે. અને આલિયાનો ફસ્ટ લૂક આમાં બતાવવામાં આવ્યો છે.
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનું થઈ ગયું બ્રેકઅપ? બોલિવૂડમાં એક જ ચર્ચા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Mar 2020 11:33 PM (IST)
આલિયા ભટ્ટના બર્થ-ડે પર રણબીર કપૂર ત્યાં હાજર રહ્યો નહતો. આલિયાએ કોરોના વાયરસના કારણે પોતાનો ઘરમાં જ બર્થ ડે પાર્ટીનું આયોજન કર્યું હતું
- - - - - - - - - Advertisement - - - - - - - - -