મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટને લઇને એક ખાસ સમાચાર સામે આવ્યા છે. તરણ આદર્શે ટ્વીટ કરીને આલિયા ભટ્ટની નવી ફિલ્મ વિશે માહિતી આપી છે. ફિલ્મ 'ઇન્શાઅલ્લાહ' પર કામ બંધ થયા બાદ સોશ્યલ મીડિયા પર ચર્ચા હતી કે હવે સંજય લીલા ભંસાળી બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ સાથે કામ કરવા ઉત્સુક છે. હવે આલિયા ભટ્ટ અને સંજય લીલા ભંસાળી સાથે ગુજરાતી બેઝ વાળી ફિલ્મ 'ગંગુબાઇ કાઠિયાવાડી'માં કામ કરશે.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે એક ટ્વીટ કર્યુ છે, લખ્યું- 'સંજય લીલા ભંસાળીએ પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી દીધી છે. ફિલ્મનુ નામ #GangubaiKathiawadi છે. આલિયા ભટ્ટ મુખ્ય રૉલમાં દેખાશે. આ ફિલ્મ 11 સપ્ટેમ્બર, 2020 ના રોજ રિલીઝ થશે. ભંસાળીની આ ફિલ્મ માટે જયંતિલાલ ગડાએ PEN India Ltdની સાથે સહયોગ કર્યો છે.'


આ ફિલ્મ લેખક હૂસૈન જૈદીના પુસ્તક માફિયા ક્વીનસ ઓફ મુંબઇના એક ચેપ્ટર પર આધારિત છે. ગુંગુબાઇ કામાઠી પુરાની મુખિયા તરીકે જાણીતી હતી. આ પહેલા ભણશાલી આ ફિલ્મ પ્રિયંકા ચોપરા સાથે કરવાનો હતો. પરંતુ પછીથી વ્યસ્તતાનું કારણ દર્શાવીને પ્રિયંકાએ આ ફિલ્મ કરવાનો ઇનકાર કરી દીધો. 'ઇન્શાલ્લાહ' બંધ થતા જ ભણશાલીએ આલિયાને નિરાશ ન કરતાં આ ફિલ્મ માટે ફાઇનલ કરી દીધી.