સનાયાએ કહ્યું, “મેં પહેલીવાર ઓનસ્ક્રીન કિસ કરી છે. મને લાગે છે કે બે વ્યક્તિઓ વચ્ચે કિસિંગ ખૂબ નોર્મલ અને નેચરલ છે. અમારી ફિલ્મ હોરર છે અને લવસ્ટોરી માટે વધારે સમય નથી. જો તમે બતાવવા માગતા હો કે બે લોકો સાથે છે અને એકબીજા માટે શું અનુભવે છે તો તમે તેને એકબીજા સામે ઊભા રાખવાની જરૂર છે.”
જ્યારે સનાયાને સવાલ કરવામાં આવ્યો કે કિસિંગ સીન કરતા પહેલા મોહન સહગલ સાથે કોઈ વાત કરી હતી ખરી? તો જવાબ કહ્યું કે, મારા પહેલા મોહિતે એક ફિલ્મ કરી હતી જેમાં તેણે કિસિંગ સીન કર્યા હતા. તેણે મને આ વિશે વાત કરી હતી. મોહિત ખરેખર કિસિંગ સીન નહોતો કરવા માંગતો. તેણે મને કહ્યું કે આપણે એક્ટર છીએ અને આવા સીન આપણે ન કરવા જોઈએ.
અભિનેત્રીએ આગળ જણાવ્યું કે, પછી મે કહ્યું કે તને કોઈ પ્રોમલેબ હોય તો ના કરીશ. પરંતુ જો તું મારા વિશે વિચારતો હોય કે મને શું થશે અને હું શું વિચારીશ તો મને કોઈ જ વાંધો નથી. આ સંબંધમા કોઈ ઢોંગ નથી. જો એક માણસ આવું કરે તો બીજો પણ કરી શકે. જો એ કરી શકે તો હું પણ કરી જ શકું.
ઘોસ્ટ એક હોરર ફિલ્મ છે કે જે વિક્રમ ભટ્ટે બનાવી છે. આ પહેલા પણ તે રાજ, 1920, ક્રીચર 3D જેવી ઘણી ભૂતિયા ફિલ્મ બનાવી ચૂક્યા છે. ફિલ્મમાં તે એક્ટિંગ કરતાં પણ જોવાના છે. 18 ઓક્ટોબરે તે રિલીઝ થવાની છે.