બોલીવુડ એક્ટ્રેસ અમીષા પટેલની વિરૂદ્ધ રાંચી કોર્ટે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યું છે. અમીષા પટેલ પર પ્રોડ્યુસર અજય કુમારે અઢી કરોડ રૂપિયાનો ચેક બાઉન્સનો આરોપ લગાવ્યો છે. અજયનો આરોપ છે કે તેમણે વર્ષ 2018મા ફિલ્મ 'દેસી મૈજિક' બનાવવા માટે 3 કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા. ત્યાર બાદ તે જ્યારે પણ અમીષા પાસેથી પૈસા પાછા માંગે છે તો તે એ વાત કોઈને કોઈ રીતે ટાળી દેતી હતી અથવા કોઈ પ્રતિક્રિયા આપતી ન હતી.
જ્યારે પ્રોડ્યુસરે અમીષા પાસે પૈસા માગ્યાં ત્યારે તેણે 2.5 કરોડનો ચેક પણ આપ્યો હતો. પરંતુ આ ચેક બાઉન્સ થઈ ગયો. આ બાબતે અમિષા વિરૂદ્ધ રાંચી કોર્ટમાં દગાબાજીનો કેસ ચાલી રહ્યોં છે. કેસ કર્યા બાદ અમિષાને ઘણીવાર સંપર્ક કરવાની કોશિષ કરવામાં આવી પણ તેમણે એકવાર પણ રિસ્પોન્ડ નથી કર્યો.
બંનેના રાંચી કોર્ટ 8 અને 17 જૂલાઈના કોર્ટમાં હાજર રહેવા સમંસ મોકલ્યું હતું પરંતુ તેઓ હાજર નહોતા રહ્યા. અમીષાને સમન મોકલવામાં આવ્યા અને પૈસાને લઈને કોર્ટમાં કાર્યવાહી ચાલતી રહી. તમને જણાવી દઈએ કે અમીષા પટેલ પર એ પણ આરોપ લાગ્યા હતા કે તેના પૈસા માગવા પર તેમને પ્રખ્યાત લોકો સાથે પોતાની ફોટો બતાવી તેમને ધમકાવવાની કોશિષ કરી હતી. અમીષા પર આ પ્રકારનો પહેલો આ કેસ નથી આ પહેલા પણ તેના પર દગાબાજીનો આરોપ લાગી ચુક્યો છે.