નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા રાજ્ય સરકાર ઓડ-ઈવન લાગુ કરવા જઈ રહી છે. દિલ્હીમાં 4થી 15 નવેમ્બર સુધી ઓડ-ઇવન લાગુ રહેશે. દિલ્હી સરકારે તેમાં મહિલાઓને છૂટ આપી છે. જો કોઈ ગાડીમાં મહિલા બેઠી હશે તો તેને છૂટ આપવામાં આવશે, ઉપરાંત મહિલા સાથે 12 વર્ષ સુધીનું બાળક હોય તો તેમને પણ છૂટ મળશે.


આ વખતે સીએનજી કાર પર પણ ઓડ-ઇવન લાગુ થશે. સીએનજી કાર ઓડ-ઇવનમાં આવરી લેવાશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અત્યાર સુધી પ્રદૂષણ 25 ટકા ઘટ્યું છે. પ્રદૂષણ એક સંસ્થા કે સરકારના કંટ્રોલમાં નથી હોતું. તમામે મળીને પ્રયાસ કર્યો, જેતી પ્રદૂષણ ઘટ્યું.

ટૂ વ્હીલર્સને છૂટ આપવા પર કેજરીવાલે કહ્યું, તેના પર જલ્દી નિર્ણય લેવાશે, પરંતુ હાલ તેમ કરવું શક્ય નથી. સરકાર તેના પર ચર્ચા કરી રહી છે. ટૂ વ્હીલર એટલી મોટી સંખ્યામાં છે કે લાગુ કરવામાં આવે તો પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ ખોરવાઇ શકે છે.

આ હોટ એક્ટ્રેસે બેબી બંપને Kiss કરતા તસવીર કરી શેર, ફેન્સે કહ્યું....

બાથરૂમ લૉક કર્યા વગર નહાતો હતો એક્ટર, ભૂલથી અંદર ઘૂસી ગઈ આ હોટ એક્ટ્રેસને પછી.....

ધોનીને લઈ થયો મોટો ખુલાસો, આ કારણે નથી લઈ રહ્યો નિવૃત્તિ ? જાણો વિગત