મુંબઇઃ બૉલીવુડથી દુર અને હાલમાં બિગ બૉસના ઘરમાં ગ્લેમરસ અંદાજમાં પહોંચેલી અમિષા પટેલ ફરી લાઇમલાઇટમાં આવી છે. તેને હાલમાં એક વીડિયો શેર કર્યો છે જે જિમમાંથી શૂટ કરેલો છે. અમિષા પટેલ જિમમાં ફિટનેસને લઇને હાર્ડવર્ક કરી રહી છે

અમિષા પટેલ 43 વર્ષની ઉંમરે પણ એકદમ ફિટ છે અને તે સતત પોતાના ફેન્સને ફિટનેસની ટિપ્સ આપીને જાગૃત કરતી રહે છે. આ વીડિયો શેર કરતા એક્ટ્રેસ લખ્યુ છે કે, બુલ્ગારિયન બેગ્સ..... મેં પહેલીવાર આને કરવાની કોશિશ કરી છે....


એક્ટ્રેસ અમિષા પટેલે એકપછી એક ઘણાબધા વીડિયો ટ્વીટ કર્યા જેમાં તે એક્સરસાઇઝ કરતી જોવા મળી રહી છે. વીડિયો શેર કરતાં લખ્યુ કે એક નવો દિવસ અને એક એક્સરસાઇઝનુ નવુ સેશન.


નોંધનીય છે કે, એક્ટ્રેસ અમિષા પટેલ ઋત્વિક રોશન સાથેની ફિલ્મ કહોના પ્યાર હૈ બાદ ખુબ ચર્ચામાં આવી હતી.