પૂણે: ભારતીય ટીમે વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 203 રને વિજય મેળવી ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. જોકે પૂણેમાં રમાનારી બીજી ટેસ્ટ પહેલા ટીમ માટે સારા સમાચાર આવી રહ્યા નથી. પૂણેમાં બીજી મેચ 10 ઑક્ટોબરથી રમવાની છે. બંને ટીમો ત્યાં પહોંચી ગઈ છે.


વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયમશિપમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે નજર કરી રહેલી બંને ટીમો માટે હવે હવામાન સૌથી મોટો પડકાર છે. આવા સમયે બધાની નજર તેના ઉપર ટકેલી છે કે પૂણેમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ રમાશે કે નહીં.



મીડિયા રિપોર્ટ મુજબ હાલની સ્થિતિને જોતા પૂણેમાં આગામી અમુક દિવસોમાં વાવાઝોડું આવવાની સંભાવના છે. તેથી સ્પષ્ટ છે કે સ્થિતિ સામાન્ય નથી. જો આ પરિસ્થિતિઓમાં પણ મેચ સમયસર યોગ્ય રીતે પૂર્ણ થાય તો કોઈ ચમત્કારથી કમ નથી. પરંતુ જો મેચ ડ્રો થશે તો બંને ટીમોને 13-13 પોઇન્ટ આપવામાં આવશે. જ્યારે મેચમાં જીત મેળવનાર ટીમને 40 પોઇન્ટ મળશે.

ઉલ્લેખનીય છે કે ચેમ્પિયનશિપનું ફોર્મેટ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જેને દરેક મેચની મહત્વપૂર્ણ બનાવી દીધી છે. જોકે છેલ્લા અમુક દિવસોથી પૂણેમાં તડકો જોવા મળ્યો છે પરંતુ તેમ છતાં આવનાર દિવસોમાં ત્યાં વરસાદ થવાની સંભાવના પ્રબળ છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હાલ ભારતીય ટીમ 160 પોઇન્ટ સાથે પ્રથમ નંબરે છે. ન્યૂઝીલેન્ડ 60 પોઇન્ટ સાથે બીજા અને શ્રીલંકા 60 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા ચોથા અને ઇંગ્લેન્ડ પાંચમાં નંબરે છે. બંનેના 56-56 પોઇન્ટ છે.